Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વિચિત્ર બીમારી મહિલાને દિવસમાં બાવીસ કલાક સૂવાની ફરજ પાડે છે

એહલર્સ ડેનલોસ સિન્ડ્રોમ નામની એ બીમારીને કારણે તેણે કરોડરજ્જુ સીધી રાખવા માટે ખાસ સાધન પહેરવું પડે છે

લંડન, તા.૭: નેધરલેન્ડ્સના ડ્રોન્ટનની રહેવાસી સેલેસ્તે વેન વિનન નામની મહિલાને એવી બીમારી છે કે તેણે દિવસના બાવીસ કલાક પથારીવશ રહેવું પડે છે. એહલર્સ ડોનલોસ સિન્ડ્રોમ નામની એ બીમારીને કારણે તેણે કરોડરજ્જુ સીધી રાખવા માટે ખાસ સાધન પહેરવું પડે છે. ચામડી, હાડકાં, રકતવાહિનીઓ અને આંતરિક અંગોને જોડતા કોષો અન માંસપેશીઓને અસર કરતી એ બીમારી છે. તેને પેટમાં ખોરાક-પાણી અને દવા ઉતારવા માટે ઇન્ટ્રાવિનસ (નસોમાં જોડાયેલી) ટ્યુબ્સનો વપરાશ કરવામાં આવે છે. એ બધી ટ્યુબ્સ હલે નહીં એના નિયંત્રણ માટે સેલેસ્તેએ ૨૦ વીંટી આંગળીઓમાં પહેરી છે. સૂર્યપ્રકાશ સહન ન થતો હોવાથી મહિલાએ અંધારામાં રહેવું પડે છે. તેને માઇગ્રેનની વ્યાધિ પણ છે. તે પથારીમાં પડી રહીને ફિલ્મો અને ટીવી-સિરિયલો જોતી રહે છે. પથારીમાં પણ જો જરાયે ખોટું હલનચલન કરે તો જીવના જોખમની શકયતા રહે છે.

(4:10 pm IST)