Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સુંદર દેખાવવાની લાલચમાં ચીની આ યુવતીએ કરાવી 100 વાર પ્લાસ્ટિક સર્જરી

નવી દિલ્હી: સુંદર દેખાવું કોને નથી ગમતું અને તેમાંય વળી મહિલાઓ અને યુવતીઓ તેનાં માટે ખુબ જ સજાગ રહે છે, અને તેઓ તેની પાછળ લખલુંટ ખર્ચ પણ કરતી હોય છે, જેમ કે ચીનની એક 16 વર્ષની યુવતી રૂપાળી દેખાવા માટે 100થી પણ વધુ વખત પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, અને તેની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે. ઝોઉ ચુન નામની આ યુવતી 100 સર્જરી પછી પણ સંતુષ્ટ નથી, અને હવે તે વધુ એક પ્લાસ્ટીક સર્જરી કરાવવાનું કહી રહી છે, કારણ કે તે પોતાના હાલનાં લુક થી સંતુષ્ટ નથી, તેના સમૃધ્ધ માતા-પિતાએ પણ પુત્રીની આ ઇચ્છા પુરી કરવા માટે લાખોનો ખર્ચ કર્યો છે.

        ઝોઉએ 100 સર્જરી કરાવ્યા બાદ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી, તેમણે લખ્યું કે સર્જરી પહેલા તે કુરૂપ હતી, તેના આંખો પણ નાની હતી, જેના કારણે લોકો તેની મજાક ઉડાવતા હતાં, અને આ બાબત જ તેને ખટકતી હતી, જેના કારણે તે પ્લાસ્ટીક સર્જરી કરાવવા માટે આકર્ષાઇ હતી. ઝોઉ હાલ ત્રણ વર્ષમાં ચહેરાનાં વિવિધ અંગો જેવા કે કાન, નાક, હોઠ સહિતનાં તમામની પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુંકી છે. માત્ર 13 વર્ષની વયે જ તેણે માતા પિતા સમક્ષ ડબલ આઇ લિડ સર્જરી કરાવવા માટે જીદ કરી હતી, હવે તે બાર્બી ગર્લ જેવી દેખાવા માંગે છે, અને તે માટે તેણે વધુ એક પ્લાસ્ટીક સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો છે.

(5:34 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,979 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,05,071 થઇ :એક્ટિવ કેસ 1,47,100 થયા: વધુ 9476 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,97,014 થયા :વધુ 79 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,418 થયા access_time 12:09 am IST

  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને ૬ મહિનાનું ઍક્સટેન્સન મળી રહ્નાના અહેવાલો મળી રહ્ના છે access_time 4:31 pm IST

  • શ્રીરામ મઠમાંથી ર.પ કરોડની અતિ પ્રાચીન ૭ મુર્તીઓની ચોરી : બિહારના નરિયાર ગામ સ્થિત access_time 3:44 pm IST