Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

બ્રિટનમાં નાણાકીય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રીએ બજેટ પ્રસ્તાવમાં ટેક વિઝા સિસ્ટમની જાહેરાત કરી હોળી માહિતી

નવી દિલ્હી: બ્રિટનમાં નાણાકીય ટેકનોલોજી ઉદ્યોગ (financial technology industry) ને પ્રોત્સાન આપવા માટે નાણામંત્રી ઋષિ સુનક માર્ચમાં પ્રસ્તુત થનારા પોતાના બજેટ પ્રસ્તાવમાં ટેક વિઝા સિસ્ટમની જાહેરાત કરી શકે છે. ફાસ્ટ ટ્રેક વિઝાથી સંબંધિત પ્રસ્તાવ માટે તેઓ દરમિયાન તૈયારી કરી રહ્યાં છે.

સુનક આવુ દુનિયાભરથી પ્રતિભાશાળી લોકોને આકર્ષિત કરવા માટે કરશે. તેઓ બ્રિટનમાં સ્ટાર્ટ અપ સ્થાપિત કરવા અને સાત અબજ પાઉન્ડ (71 હજાર કરોડ રૂપિયા) ના ફિનટેક સેક્ટરને ગતિ આપવા માટે કરશે. સ્ટાર્ટ અપની સ્થાપનાથી અર્થવ્યવસ્થાનો વિસ્તાર થશે અને નવા રોજગાર ઉભા થશે. ડેલી ટેલીગ્રાફ અનુસાર સિસ્ટમની હજુ વધુ જાણકારી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે આ 2020માં ગ્લોબલ ટેલેન્ટ વિઝા જેવા હશે. વિઝા સિસ્ટમ પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આકર્ષિત કરવા માટે બની હતી.

(6:08 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,979 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,05,071 થઇ :એક્ટિવ કેસ 1,47,100 થયા: વધુ 9476 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,97,014 થયા :વધુ 79 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,418 થયા access_time 12:09 am IST

  • ઝારખંડમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં થયો ડાન્સ : મંત્રીઓ સામે ડાન્સરે લગાવ્યા ઠુમકા : વિડિઓ વાયરલ થતા ચકચાર : ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં યોજાતા કાર્યક્રમો વચ્ચે ઝારખંડના સરાયકેલા -ખરસાવા જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જન આક્રોશ રેલી યોજાઈ : મંચ પરથી છોકરીઓ દ્વારા લૈલા ગીતની ધૂન પર ડાન્સ કરાયો હતો જેમાં કાર્યકરોએ પણ ઠુમકા લગાવ્યા હતા access_time 9:27 am IST

  • અખિલ ભારતીય બાર પરીક્ષા XVI (AIBE XVI) એક મહિના માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે 21 માર્ચના બદલે 25 એપ્રિલ, 2021 ના ​​રોજ યોજવામાં આવશે. આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) એ રવિવારે એક જાહેરનામું બહાર પાડીને આ માટેના સુધારેલા શેડ્યૂલની જાણ કરી હતી. access_time 8:42 pm IST