Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પલ્સ ઓક્સિમીટર અંગે કરવામાં આવ્યો ચોંકાવનારો ખુલાસો:આવા લોકો પર આપે છે મશીન ખોટું પરિણામ

નવી દિલ્હી: અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (US Food and Drug Administration)નું કહેવું છે કે પલ્સ ઓક્સીમીટર શ્યામવર્ણ (Dark Skin) ના લોકોના કેસમાં કારગર નથી. અમેરિકી વિભાગે દાવો કર્યો કે ડાર્ક સ્કીનવાળા લોકોના ઓક્સીજનના સ્તરને માપવા દરમિયાન ઓક્સીમીટર (Pulse Oximeter) ખોટા પરિણામ આપી શકે છે. જો કે FDA કહ્યું કે ઓક્સીમીટર્સ લોહીમાં ઓક્સીજનને માપવા માટે ઉપયોગી છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે.

          ફેડરલ એજન્સીએ કહ્યું કે એવું સામે આવ્યું છે કે અનેક ફેક્ટર ઓક્સીમીટર રિડિંગની સટીકતાને પ્રભાવિત કરી શકે છે. જેમાં સ્કીન પિગમેન્ટેશન (Skin Pigmentation), સ્કીન થિકનેસ (Skin thickness), સ્કીનનું તાપમાન (Skin Temperature), તમાકુનો ઉપયોગ અને એટલે સુધી કે નેલ પોલીશ પણ સામેલ છે. FDA પોતાના નિવેદનમાં કહ્યું કે કોરોના પીડિત એવા દર્દીઓ કે જે ઘર પર પોતાની સ્થિતિની નિગરાણી કરે છે તેમણે પોતાની સ્થિતિના તમામ સંકેતો અને લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ પ્રકારની પરેશાની થાય તો વાત કરવી જોઈએ.

(6:08 pm IST)