Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આ સોનાના વરખવાળી સેન્ડવીચની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: પશ્ચિમના દેશોમાં જાણીતી સેલિબ્રિટીઝના પર્સનલ શેફ રહી ચૂકેલા એન્દ્રે ઝાગાટીએ પખવાડિયા પૂર્વે લંડનના ન્યુ ચેલ્સિયામાં 'મિસ્ટર ઝેડ લક્ઝરી સેન્ડવિચિઝ' નામે બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં તેઓ 25 પાઉન્ડ્સ (અંદાજે 2500 રૂપિયા)થી શરૂ કરીને 250 પાઉન્ડ્સ (અંદાજે 25,000 રૂપિયા)ની સેન્ડવિચ વેચે છે. હાલમાં દિવસ દરમિયાન તેમની 30 સેન્ડવિચ વેચાય છે. 25,000 રૂપિયાની સેન્ડવિચમાં જાતજાતની ચીજો હોય છે. જો કે એની કિંમત અધધધ હોવાનું કારણ તેમાં લગાવવામાં આવતું 24 કેરેટ સોનાનું વરખ છે. જો તમને આટલી મોંઘી સેન્ડવિચ પોસાય તો એન્દ્રે ઝાગાટીએ 35 પાઉન્ડ (અંદાજે 3500 રૂપિયા) અને 50 પાઉન્ડ (અંદાજે 5000 રૂપિયા) સહિત જુદી-જુદી કિંમત ધરાવતી અનેક વરાઇટીની સેન્ડવિચ પણ તૈયાર કરી છે.

(6:07 pm IST)
  • રાજયની જીએસટી આવકમાં જંગી ઘટાડો થવા સંભાવના : ચાલુ નાણાકીય વર્ષ રાજયની જીએસટીની આવકમાં ૪૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ શકે છે access_time 2:42 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • હવે ગરમીના દિવસો શરૃઃ રાજકોટ ૩૪ ડીગ્રી : રાજકોટઃ ઠંડીના દિવસો હવે પુરા થયા છેઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છેઃ ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી.ચાલુ થવા લાગ્યા છેઃ દરમિયાન આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું છેઃ સાંજ સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે access_time 4:32 pm IST