Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

આને કહેવાય રિયલ બાહુબલીઃમાથા પર બાઇક લઈને ચડી ગયો બસપર

નવી દિલ્હી,તા.૩૦ : સોશ્યલ મીડિયા પર એક અનોખો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થાય છે. એક શખસ માથા પર બાઇક લઈને બસ પર ચડી ગયો હતો. તેનું આ સ્ટન્ટ ખૂબ જ ખતરનાક હતું, કેમ કે તેણે આમ કરતી વખતે કોઈ સેફ્ટી હાર્નસનો પણ ઉપયોગ કર્યો નહોતો. વિડિયોમાં જોઈ શકાય છે કે ચાર જણ બાઇકને ઉપાડે છે અને પછી એ વ્યકિત બાઇકને માથા પર મૂકીને સ્લીપર બસ પર લગાવવામાં આવેલી સીડી પર ચડી જાય છે અને ઉપર ઊભેલી વ્યકિત તેના માથા પરથી બાઇક લઈને બસની ઉપર ગોઠવી દે છે. આ વિડિયોને હજારો લાઇકસ મળી છે અને મોટા ભાગના લોકોને આ બાહુબલી- સ્ટાઇલનું સ્ટન્ટ ગમ્યું હોય એવું લાગે છે.

(3:12 pm IST)