Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બ્રોકલીમાંથી ઇયળ નીકળી, ભાઈને ગમી ગઈ એટલે પાળીને એમાંથી પતંગિયું બનાવ્યું

લંડન,તા.૩૦ :તમે ફ્લાવર કે બ્રોકલી જેવી શાકભાજી લાવો અને એમાંથી જો ઇયળ નીકળે તો શું કરો? ઇંયળની સાથે જ બ્રોકલીને પણ ફેંકી દઈએ. જોકે સ્પેનમાં રહેતા સેમ ડોર્સલ નામના ભાઈએ બ્રોકલીમાંથી મળેલી ઈયળનું જે કર્યું એ વિશે કોઈ વિચારી પણ ન શકે. તેણે શાક બનાવવા માટે બ્રોકલી સમારી ત્યારે અંદરથી નીકળેલી કેટરપિલરને એમ જ ફેંકી દેવાને બદલે એનું નામ પાડીને એને ડબ્બીમાં ભરી રાખી. સેમે એનું નામ સેડ્રિક રાખ્યું. ઇયળવાળી બ્રોકલી તેણે સુપરમાર્કટવાળાને બતાવી તો તેમણે એને રિપ્લેસ ન કરી આપી. જોકે એ જે નવી બ્રોકલીઓ આવી  એમાં પણ બીજી ફુલ છ ઇયળો નીકળી.  હવે તો સેમ ઇયળ કેવી રીતે પેદા થાય છે એ જોવા સમજવા માગતો હતો એટલે તેણે એ ઇયળને અલગ બોટલમાં ભરી લીધી. એને ખાવા માટે ખૂબબધી બ્રોકલી પણ આપી. લગભગ ત્રીસ કલાક બાદ આ સાત ઇયળો મેટાપોડ બની ગઈ અને પછી મેટાપોડમાંથી એ પતંગિયાનું કકુન બની ગયું. આ કકુનમાંથી ધીમે-ધીમે પતંગિયું બની ગયુ  સાતેય પતંગિયાઓનાં સેમભાઈએ નામ પાડ્યું  છે અને હવે તેમના બગીચામાં એ પાળેલાં હોય એમ ફુદકે છે.

(3:11 pm IST)