Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

લોકોડાઉન હટાવ્યા બાદ પર્યટકોને આકર્ષવા ઉઝબેકીસ્તાને એક નવો નુસખો અપનાવ્યો

નવી દિલ્હી: કોરોના વાયરસ રોગચાળાના કહેર અને તેનાથી બચવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને હટાવવામાં આવ્યા બાદ ઉઝબેકિસ્તાને પર્યટકોને આકર્ષવા એક અનોખો નુસખો અપનાવ્યો છે. ઉઝબેકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે જો અહીં પર્યટન દરમિયાન વિદેશી પર્યટકને કોરોના વાયરસનો ચેપ લાગે છે, તો તેમને 3 હજાર ડોલર(આશરે રૂપિયા 2 લાખ કરતા વધુની રકમ) આપવામાં આવશે. ઉઝબેકિસ્તાનમાં લોકડાઉન લાગુ થયા પછી કોરોના વાયરસના ચેપથી ખૂબ ઓછા લોકોના મોત થયા છે. ઉઝબેકિસ્તાનની વસ્તી 30 કરોડ 30 લાખ છે.

(6:50 pm IST)