Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમેરિકામાં માસ્ક પહેરવાનું કહેતા કર્મચારી વિશે મહિલાએ ટ્વીટ કરતા સર્જાઈ આ પરિસ્થિતિ

નવી દિલ્હી: અમેરિકામાં માસ્ક ન પહેરવા પર એક મહિલાને સર્વ કરવા માટે મનાઈ કરનાર વિખ્યાત કોફી ચેનલ સ્ટારબકસના કર્મચારીને ઓનલાઈન ટીપમાં લોકોએ લગભગ રૂા.24 લાખ આપી દીધા હતા.

સામે પક્ષે મહિલાના વિચારની વિરૂધ્ધ ઉલટુ લોકોએ લેનન (કર્મચારી)ને સમર્થન કર્યું હતુ. ત્યારબાદ પોસ્ટ પર હજારો લોકોએ રીએકટ કરેલુ. આટલુ જ નહીં, અનેક લોકોએ લેનન (કર્મચારી) માટે ટીપ આપવાની ઈચ્છા દર્શાવી. મેટ કોએન નામના એક શખ્સે તેના માટે એક વર્ચ્યુઅલ ટીપ બનાવવાનો નિર્ણય કર્યો. અત્યાર સુધીમાં અનેક યુઝર ટીપ દઈ ચૂકયા છે અને તે હજુ ચાલુ છે. આ મહિલાએ ફેસબુકમાં એવુ પણ લખ્યુ હતુ કે માસ્ક પહેરવાવાળા લોકો પણ મૂર્ખ હોય છે.

(6:49 pm IST)