Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

નાસાએ રચેલા નકશામાં ઢોસા જેવો દેખાય છે ગુરૂનો ગ્રહ

ન્યુયોર્ક,તા.૨૯ : ટિવટ્ર જેવા સોશ્યલ મીડિયા સહિત ઓનલાઈન દુનિયામાં આજકાલ ખાદ્ય પદાર્થો અને એના જેવા દેખાતા પદાર્થો તથા સ્થળોની તસવીરો મશહૂર બની છે. એમાં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એડિમનિસ્ટ્રેશન (નાસા)ના ખગોળશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓએ ગુરૂના ગ્રહનો રચેલો નકશો કોઈ ભારતવાસી જુએ તો એને ઢોસા યાદ આવતાં મોઢામાં પાણી આવવા માંડે એવી શકયતા છે. નાસાના કાસિની સ્પેસક્રાફ્ટના નેરો એન્ગલ કેમેરા વડે લેવાયેલી ગુરૂ ગ્રહની તસવીરને હજારો લોકોએ શેર અતે રીટ્વીટ કરી છે.

નાસાના વિજ્ઞાનીઓએ રચેલા અનેક નકશાઓમાંથી એક ગુરૂ ગ્રહનો નકશો જોઈને સોનલ ડબરાલ નામના નેટિઝને એ નકશાની તસરીર ટિવટર પર શેર કરીને લખ્યું છે, ગરમાગરમ ઢોસા તેયાર છે. એની સાથે ભાજી લઈને સાંભાર અને નાળિયેરની ચટણી સાથે ઝાપટવા માંડો. સ્વાભાવિક રીતે કોઈ પણ ઇન્ડિયન માણસ એ નકશાનો ફોટોગ્રાફ જુએ તો તેને અચૂક ઢોસા યાદ આવે એવી સ્થિતિ છે.

(2:56 pm IST)