Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૨૫ વર્ષના આ ભાઈએ ત્રણ વર્ષથી અડિંગો જમાવીને પાર્કના ફાઉન્ટનને સ્પિરિચ્યુઅલ ઝોનમાંફેરવી નાખ્યો

ન્યુયોર્ક,તા.૨૯ : અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજયના વ્યોમિંગ શહેરના રહેવાસી પચીસ વર્ષના મેથ્યુ જોન મિશેફસ્કીએ ત્રણેક વર્ષથી ન્યુ યોર્કમાં મેનહટનના વોશિંગ્ટન સ્કવેર પાર્કના ફાઉન્ટનને વિવાદાસ્પદ બનાવી દીધો છે. ફાઉન્ટનના એરિયાની આસપાસ ધાતુની આડશો ગોઠવીને વાડો બાંધી લીધો છે. મેથ્યુઅ બનાવેલા એ વાડામાં એક ટેબલ, ૬ ખુરસીઓ, પિન્ક રિકલાઇનર, કપડાં ભરેલું બોકસ અને એક બીચ અમ્બ્રેલા છે. મેથ્યુ કહે છે કે પાર્ક અને આસપાસના મેટલ બેરિકેડ્સ ફાઉન્ટન ઈસુ ખ્રિસ્તની શૂળી-ક્રૌસનું પ્રતીક છે.

૨૦૧૭માં ન્યુ યોર્કમાં રહેવા ગયેલા પર ગેરકાયદે રીતે અન્યોની જગ્યા પર કબજો જમાવવાની ગુનાહિત પ્રવૃત્તિ અને સરકારી તંત્રની સાંકેતિક સૂચનાઓનો અમલ નહીં કરવાના આરોપ મુકાયા હતા. એ આરોપ હેઠળ પોલીસે ૧૩ જૂને તેની ધરપકડ કર્યા બાદ તેણે અદાલતમાં જામીન અરજી કરી હતી. અદાલતે જામીન અરજી મંજૂર કરતાં તે છૂટી ગયો હતો. ત્યાર પછી તે ફરીથી અસલ જગ્યાએ પાછો પહોંચી ગયો હતો. અદાલતમાં મેથ્યુના કેસની આગામી સુનાવણી ૧૪ સપ્ટેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે. સિટી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેસ સર્વિસિસના અધિકારીએ જણાવ્યું હતું કે એ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ મેથ્યુને એ જગ્યા પરથી હટાવવાનો પ્રયાસ ચાર વખત કર્યો હતો, પરંતુ મેથ્યુ એ જગ્યા છોડવા તેયાર નથી.

(2:56 pm IST)