Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આ દાદાએ ૯૫ વર્ષે સ્કીઇંગ કરીને બનાવ્યો રેકોર્ડ

ટોરેન્ટો,તા.૨૯ : કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા ગોર્ડન પ્રેશિયસ નામના  દાદાએ વિશ્વના સૌથી મોટી વયના હેલી-સ્કીઅર  તરીકેનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવીને એડવાન્સમાં  પોતાનો ૯૫મો જન્મદિવસ મનાવ્યો હતો.

઼ ગોર્ડનાદાદાએ જયારે બ્રિટિશ કોલમ્બિયાના કેરીબો પર્વત પર હેલી-સ્કીઇંગ કર્યું ત્યારે તેમની ઉંમર ૯૪ વર્ષ અને ૩૦૬ દિવસની હતી. હેલી-સ્કીઇંગમાં પર્વતની દુર્ગમ ચોટી પર હેલિકોપ્ટર દ્વારા પહોંચવાનું હોય છે અને પછી ત્યાંથી નીચેની તરફ સ્કીઇંગ કરીને ઊતરવાનું હોય છે. ગોર્ડન પ્રેશિયસને તેમની માર્ગદર્શિકા ક હેલિકોપ્ટર દ્વારા 'અમૃત' સ્કી-રનની ટોચ પર લઈ ગઈ હતી અને ત્યાર બાદ પર્વત પરથી  સ્કીઇંગ કરીને તેઓ નીચે આવ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં હેલિકોપ્ટર દ્વારા મારૂ એ પ્રથમ ! સાહસ હતું એમ જણાવતાં આ દાદાએ કહ્યું કે જયારે હેલિકોપ્ટર શરૂ થયું ત્યારે હું વિચારતો હતો કે આ કેવી રીતે  થશે, પરંતુ પછી મને મારી સાથે એક અનુભવી માર્ગદર્શિકા હોવાનું યાદ આવ્યું જે સતત મારી સાથે જ હતી. તેમના પહેલાનો ઓલ્ડસ્ટ સ્કીઅરનો રેકોર્ડ ૯૧ વર્ષના સાહસિકના નામે હતો, જે હવે ગોર્ડન પ્રેશિયસના નામે આવી ગયો છે.

(2:55 pm IST)