Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આ હંસલી એક સાથે ૪૭ બચ્ચાંઓને સંભાળે છે

લંડન,તા.૨૯ : કેનેડાના સાસ્કાતૂનના રહેવાસી માઇક ડિગાઉટે ૧૬ બચ્ચાં પાળતી હંસલી જોઈ. ત્યાર પછી તે જયારે-જયારે હંસલીને જોતો હતો ત્યારે-ત્યારે એની પાસે વધુ હંસબાળ જોવા મળતાં હતાં. સાસ્કાત્ચેવાન  નદીને કાંઠે ઊભા રહીને હંસલીની   વાત્સલ્ય-લીલા જોઈને ખુશ માઇક ડિગાઉટ એ હંસલીની શકક તસવીરો પણ લેતો હતો. દર વખતે  વધતા જતા હંસબાળોની ગણતરી કરતો રહેતો હતો. છેલ્લે માઇકે ગણતરી કરી ત્યારે એની પાસે ૪૭ બચ્ચાં હતાં. અન્ય હંસોનાં બચ્ચાંને  પણ પોતીકાં માનતી વાત્સલ્યધર્મી હંસલી માઇકના નિરીક્ષણ, અભ્યાસ અને સ્નેહનો વિષય બની હતી. સામાન્ય રીતે હંસલી એક તુમાં પાંચથી સાત બચ્ચાંને જન્મ  આપે છે. કયારેક એ સંખ્યા ૧૨ સુધી પહોંચી શકે છે. હંસલી આખી જિંદગી શારીરિક  સંબંધ બાંધીને બચ્ચાંને જન્મ આપતાં હોય છે. કેટલાક હંસદંપતી બધાં બચ્ચાંને જન્મ આપે અને કેટલાંક બચ્ચાં અન્ય હંસપરિવારોને સાચવવા આપે છે. એને આયા, ઘોડિયાઘર કે ડે કેર જેવી સેવા કહી શકાય. ટૂંકમાં હંસ પ્રજાને જીવતી એને વિકસતી રાખવાનો એ સામૂહિક યજ્ઞ હોય છે.

(2:55 pm IST)