Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જર્મનીમાં કોરોનાના સમયમાં નોકરીની બદલે બાળકોની દેખરેખ રાખતા માતાપિતા સહીત વાલીઓને આપશે સરકાર 20 સપ્તાહનું વેતન

નવી દિલ્હી: જર્મનીમાં જે માતા-પિતા કે વાલીઓ કોરોનાના સમયમાં પોતાના બાળકોની દેખરેખ રાખવા માટે કામ-નોકરી કરી ન શક્યા હોય તેમને સરકાર તરફથી ૨૦ સપ્તાહનું વેતન આપવામાં આવશે. જર્મન સરકારના નવા પ્રસ્તાવ અનુસાર સિંગર પેરેન્ટ ૨૦ સપ્તાહના પગારનો હકદાર બનશે. જ્યારે પતિ-પત્નીએ સાથે રહીને બાળક કે બાળકોને સાચવ્યા હોય તો તેઓને ૧૦ સપ્તાહનો પગાર 'ગૌણ પગાર ચૂકવણી' અંતર્ગત મળશે.

 

               કોરોના મહામારીના સમયમાં જર્મન સરકારે નાગરિકોને મદદ કરવા માટે આ પ્રસ્તાવ રજુ કર્યો છે. જે અનુસાર કોઈ પણ બાળકના માતા-પિતા કે વાલી સરકાર પાસેથી પ્રતિમાસ ૨,૦૧૬ યુરો મેળવી શકશે, જે ભારતીય રૂપિયામાં ૧.૬૭ લાખ થવા જાય છે.

(6:30 pm IST)