Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અમેરિકામાં સોશિયલ ડિસ્ટન્સ માટે અનોખી રીત અપનાવવામાં આવી

નવી દિલ્હી: અમેરિકામાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એક અનોખી રીત અપનાવવામાં આવી છે. નિયમ પાળવા માટે ગ્રાહકો માટે બમ્પર ટેબલ રજૂ કરવામાં આવ્યા છે. બમ્પર ટેબલ રબરના બેરિયરથી તૈયાર કરવામાં આવ્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર જારી છે. સંક્રમણથી બચવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડી રહ્યું છે. ત્યારે મેરીલેન્ડમાં સમુદ્ર કિનારે એક બારે નિયમનું પાલન કરવા માટે અનોખી રીત અપનાવી છે. ત્યાં આવનારા ગ્રાહકોને માટે એવા ટેબલ તૈયાર કર્યા છે જે ટ્યૂબથી બનેલા છે. ટેબલ નીચે ગોળ પૈડા લાગેલા છે. તેના દ્વારા ગ્રાહકોને એક બીજાથી 2 મીટરનું અંતર રાખવામાં મદદ મળે છે. પૈડા પર બમ્પર ટેબલનું નિર્માણ હાલના સંકટને જોતા કરવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટનું કહેવું છે કે, અનોખા વિચારનો ઉદ્દેશ લોકોના ચહેરા પર સ્માઈલ લાવવાનો છે. જેથી તેમને આશા અને આનંદ મળી શકે.

(6:45 pm IST)