Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

એન્ટાર્કટીકાનો બરફ લીલો થઇ રહયો છે!

ઉપગ્રહથી સ્પષ્ટ દેખાઇ રહયું છેઃ વધતા તાપમાનને કારણે આવુ થયાનું તારણઃ ૧૬૭૯ શેવાળ મળ્યા

લંડન, તા., ૨૨: આજે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરીવર્તન દરેક દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ માટે સંયુકત રાષ્ટ્રથી લઇને દરેક દેશની સરકાર પોતપોતાના સ્તરે કામ કરી રહી છે. જળ વાયુ પરીવર્તનની અસર ઉતરીય ધ્રુવ ઉપર આવેલા એન્ટાર્કટીકા મહાદ્વીપ ઉપર પહેલા જ દેખાઇ ગઇ છે. હવે એક નવી શોધ અનુસાર એન્ટાર્કટીકાનો બરફ લીલો થઇ રહયો છે. ઉપગ્રહો ઉપરથી પણ આ દેખાઇ રહયું છે.

યુરોપીય અંતરીક્ષ એજન્સીઓના બે ઉપગ્રહો દ્વારા બે વર્ષના એકત્ર કરવામાં આવેલા ડેટાના આધાર પર આ શોધ તૈયાર કરવામાં આવી છે. કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયના સંશોધન દળ અને બ્રિટીશ એર્ન્ટાકટીકા સર્વેક્ષણની આ શોધમાં મહાદ્વીપમાં શેવાળ વધી રહયાનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. બરફ લીલો થવાનું કારણ વધી રહેલા તાપમાનને માનવામાં આવે છે. સંશોધક અર્નેસ્ટ શેકલટન દ્વારા જુદા જુદા અભિયાનોમાં લાંબા સમયથી એન્ટાર્કટીકામાં શેવાળ હોવાના આંકડા ભેગા કરવામાં આવ્યા છે.

એન્ટાર્કટીકામાં માત્ર લીલો રંગ જ નથી રહયો સંશોધનકર્તાઓ દ્વારા હવે લાલ અને નારંગી શેવાળ ઉપર પણ આવી જ રીતે અભ્યાસ થઇ રહયો છે. નવા માનચિત્રોમાં ૧૬૭૯ પ્રકારના શેવાળ ખીલતા જોઇ શકાય છે. વાયુ મંડળથી કાર્બન હાઇડ્રોકસાઇડને પકડવા માટે મહાદ્વીપની ક્ષમતામાં એક પ્રમુખ ઘટક છે. મેટ ડેવીના મત મુજબ એન્ટાર્કટીકાના શેવાળની માત્રા બ્રિટનમાં કાર યાત્રાથી નિકળવાવાળા ૮,૭પ,૦૦૦ કાર્બન બરોબર છે!

(3:49 pm IST)