Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સ્ટ્રોબેરીને મીઠાના પાણીમાં નાખી તો નીકળ્યા અધધધ કીડા

ન્યુ દિલ્હી તા. રર :.. જો તમને સ્ટ્રોબરી ભાવે છે તો આ સમાચાર વાંચીને નકકી એના પ્રત્ય અભાવ થઇ જશે. ટિકટોક પર આમ તો દિમાગ વિનાની કોમડીઓ થયા કરતી હોય છે. પરંતુ એક છોકરીએ સ્ટ્રોબેરીમાં કેટલો સડો હોય છે એ વિડીયોમાં બતાવ્યું છે. તેણે સ્ટ્રોબેરીને મીઠાના પાણીમાં નાખી તો ફળમાંથી ધીમે - ધીમે સળવળતા કીડા નીકળતા જોવા મળ્યાં.

કહેવાય છે કે સ્ટ્રોબેરીન બજારમાંથી લાવીને તરત જ ન ખાવી જોઇએ. ઓછામાં ઓછા અડધો કલાક માટ એને મીઠાના પાણીમાં બોળી રાખવી જોઇએ. વાઇરલ થયેલા ટિકટોક વિડીયોમાં ૩૦ મીનીટ મીઠાના પાણીમાં બોળી રાખ્યા પછી સ્ટ્રોબરીમાંથી કીડા નીકળતા જોવા મળ્યા હતાં.

આ વિડીયોને અત્યાર સુધીમાં રપ લાખ વ્યુઝ મળ્યા છે. ટિકટોક યુઝરે થોડા આગળ વધીને સ્ટ્રોબેરીન માઇક્રોસ્કોપની નીચે મૂકી તો એમાં ફળની સપાટી પર નાના કીડા જોવા મળ્યા હતાં.

(2:51 pm IST)