Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

બર્લિનના મેયરે ઇરાદાપૂર્વક કોરોનાનું ઇન્ફેકશન વહોરતાં સોશ્યલ મીડિયામાં તેમના પર પડી પસ્તાળ

લંડન તા. ૮: કોરોનાના ઇન્ફેકશન સામે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારકશકિત કેળવવા અને અન્યો જયારે સારવાર લેતા હોય ત્યારે પોતે સાજા અને સ્વસ્થ થઇને કાર્યરત રહેવાના ઇરાદે જર્મનીના બર્લિન શહેરના મેયર સ્ટીફન વોન દાસેલે ઇચ્છાપૂર્વક કોરોનાનું ઇન્ફેકશન વહોરી લીધું હતું. અલબત્ત તેમના એ નિર્ણયને સાર્વજનિક આરોગ્યના નિષ્ણાતોએ વખોડયું હતું.

સ્ટીફને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 'મને એમ લાગ્યું કે ત્રણેક દિવસની સારવારમાં હું સાજો થઇ જઇશ અને ત્યારબાદ હું એ વાયરસ સામે પ્રતિકારક્ષમતા કેળવી લઇશ. ત્યાર પછી હું બીમારીનો પ્રસાર પણ નહીં કરી શકું, પરંતુ આ લાંબું ચાલ્યું. મારી ધારણા કરતાં વધારે ગંભીર સ્થિતિ છે.' સ્ટીફનના આ બયાન સામે ઓનલાઇન પ્લેટફોર્મ્સ અને સોશ્યલ મીડિયા પર ઘણો વિવાદ જાગ્યો છે.

(11:43 am IST)