Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નેપાળમાં બહાર નીકળશો તો ગેંડો પાછળ પડશે

કાઠમંડુ તા. ૮ : જયારથી દેશવિદેશમાં લોકડાઉન લાગુ પડયું છે. અને માણસો ઘરમાં કેદ થયા છે ત્યારથી રોડ પર જંગલી પ્રાણીઓ પણ બિન્ધાસ્ત ફરવા લાગ્યા છે. માણસો કેદ થતાં પ્રાણીઓને મોકળું મેદાન મળ્યું છે. એટલે કયાંક હાથી રોડ પર મહાલતો પ્રવીણ કાસવાને એક વિડીયો શેર કર્યો છે જેમાં એક ગેંડો રોડ પર રાજાની જેમ મહાલી રહ્યો છે. રસ્તામાં ફરતા એકલ-દોકલ માણસોને જોઇને એ તેની પાછળ પડે છે. માણસ પણ તેના રસ્તામાંથી હટીને નજીકની ગલીની દુકાનમાં ચડી જાય છે.

(11:03 am IST)