Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનના સંકટથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અમેરિકાએ 2 લાખ ડોલર રાહત પેકેજની જાહેરાત કરી

નવી દિલ્હી: કોરોનાનાં સંકટથી અર્થવ્યસ્થાને બચાવવા માટે અમેરિકાએ 2 લાખ કરોડ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી છે. અમેરિકી સંસદે તેને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર બાફ વિશ્વભરનાં શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેકસમાં જોરદાર તેજી જોવા મળી હતી.

અમેરિકામાં વ્હાઇટ હાઉસ અને સંસદના બંને પક્ષોના નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થાને 2 લાખ કરોડ ડોલરના રાહત પેકેજ આપવા અંગે સહમતી સધાઈ ગઈ હતી. આ પેકેજનો ઉદ્દેશ કર્મચારીઓ, કારોબારીઓ અને હેલ્થ સિસ્ટમને મજબૂત કરવાનો છે. વ્હાઇટ હાઉસના સહાયક એરિક ઉલેન્ડ દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે અમે સફળ રહ્યાં. સમજુતી થઈ ગઈ છે. આ અભિતપૂર્વ આર્થિક રાહત પેકેજથી મોટાભાગનાં અમેરિકન નાગરિકોને સીધી ચુકવણી કરાશે.

(6:17 pm IST)
  • બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને કોરોના પોઝીટીવ આવ્યોઃ બ્રિટનમાં ૮ હજારથી વધુ પોઝીટીવ કેસો : ખળભળાટ : પ્રિન્સની પત્નિ કેમીલા આઈસોલેશનમાં access_time 4:37 pm IST

  • ગુજરાતમાં કોરોના વાયરસના 36 કેસ નોંધાયા: વધુ 7 પોઝિટિવ કેસ : અમદાવાદમાં -13,વડોદરામાં -7,સુરતમાં -6, ગાંધીનગરમાં -6 કચ્છમાં-1 અને રાજકોટમાં 3 કેસ નોંધાયા : વડોદરાના નિઝમપુરામાં વધુ એક પોઝિટિવ રિપોર્ટ :યુવાનના પિતા શ્રીલંકા ફરવા ગયા હતા અને પોઝીટીવ રિપોર્ટ આવેલ છે access_time 8:57 am IST

  • પાકિસ્તાનમાં ૧ હજારથી વધુ કેસો : ૭ મોત :કોરોના બેફામ બન્યો access_time 3:18 pm IST