Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનને લઈને WHOએ આપી ચેતવણી:એપી સેન્ટર બની શકે છે અમેરિકા

નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવી ચેતવણી આપી છે કે કોરોના વાયરસનું હવે પછીનુ એપી સેન્ટર અમેરિકા થઈ શકે છે. અમેરિકામાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને જોઈ કહી શકાય છે કે આ દેશ કોરોના વાયરસ મહામારીનું નવુ કેન્દ્ર બની શકે છે.

                 અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના આશરે 10,000 મામલા સામે આવ્યા છે. જયારે 150 લોકોએ જીવ ગુમાવ્યો છે. લાખો અમેરિકન લોકડાઉન થવાથી, નેશનલ ગાર્ડ અને સૈન્ય બળોની હાજરી હોવા છતાં ન્યૂયોર્કમાં 53 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 25,000થી વધુ લોકો મામલા સામે આવ્યા છે. કોવિડ-19ની જાણકારી આપતી વેબસાઇટ મુજબ અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 50,000 થઈ ગઈ છે.

(6:16 pm IST)