Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઇરાકમાં બોંબ વિસ્ફોટથી બે લોકોના મૃત્યુ:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:ઇરાકના ખાનાકીન શહેરમાં મંગળવારના રોજ આતંકવાદી હુમલા પછી એક બોંબ વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ  અન્ય 12 ને ઇજા પહોંચી છે. સૂત્રોદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આતંકવાદીઓએ ખાનાકીન શહેરમાં નાગરિકો અને સુરક્ષાબળોના એક જથ્થા પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન એક બોંબ ફાટી જવાથી બે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:00 pm IST)
  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તુર્તમાં ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા જાહેરાત કરશે access_time 11:28 pm IST

  • ચીનમાં ધુબકા મારતો મોતનો આંક વધે છેઃ ૧ જ દિવસમાં ૧૫૧૩૩ને કોરોના વળગ્યો : ૧ દિવસમાં માત્ર ૧૧૭૦ જ રીકવર થયાઃ કુલ મૃત્યુ : ૧૩૬૭ : વાયરસ ગ્રસ્ત : ૫૯૮૬૩ ૧૬૦૬૭ લોકો અંડર ઓબ્ઝર્વેશનઃ ૫૯૧૨ લોકો સાજા થઈ ગયા છેઃ છેલ્લા ૫ દિવસમાં પ્રત્યેક દિવસે ૧૦૦થી વધુ મોત થયા ન હતા પરંતુ આજ સવાર સુધીમાં ૨૪ કલાકમાં ૨૫૩ ચીની નાગરીકોના મોત થયા : ૧ દિ’માં સીધો ડબલ મૃત્યુઆંક : આખા વિશ્વ માટે ખતરનાક સ્થિતિ access_time 11:45 am IST