Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઉતરી યુરોપના આ દેશમાં સોલાર ફૂડ નામની કંપની કરી રહી છે અનોખો પ્રયોગ:બની શકે છે હવામાં જમવાનું

નવી દિલ્હી: ઉત્તરી યુરોપના દેશમાં સોલાર ફૂડ નામની કંપની હવામાંથી ખાવાનું બનાવવાનો પ્રયત્ન કરી રહી છે ખાવામાં હવાને નુકસાન પહોંચાડતો ગેસ કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ થશે. સાથે પાણી અને સૌર ઊર્જાનો પણ ઉપયોગ થશે. હવા, પાણી અને વિજળીના મિશ્રણથી સોલેન નામનો પ્રોટીન પાઉડર બને છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, છોડમાંથી મળતા પ્રોટિન કરતા 10 ગણો વધારે ફાયદાકારક છે. જ્યારે પશુઓથી પ્રાપ્ત થતાં પ્રોટિન કરતા 70 ગણુ વધારે ફાયદાકારક છે. ખાસ કરીને પર્યાવરણના હિસાબે જોવામાં આવે તો, એનિમલ પ્રોટિનનો વિકલ્પ ઘણો સારો મનાય છે.

 

                                  આને બનાવવામાં હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ લેવામાં આવશે. જેના માટે કાર્બન કેપ્ચરનો ઉપયોગ થશે. ત્યાર બાદ તેમાં પાણી, વિટામિન્સ અને ન્યૂટ્રીએન્સ મળશે. ત્યાર બાદ સોલર એનર્જીનો ઉપયોગ કરી સોલેન બનાવવામાં આવશે. જેને બનાવવાની પ્રક્રિયા નેચરલ ફરમેંટેશન માફક હશે. જેવી રીતે યીસ્ટ અને લેક્ટિક એસિડ બેક્ટીરિયા બનાવવામાં આવે છે. આ ખાવાનું એટલે કે પ્રોટિન એક ફરમેંટેશન ટેંકની અંદર તૈયાર થશે. મજાની વાત તો એ છે કે, સોલેન પણ અન્ય પ્રોટિનની માફક સ્વાદરહિત અને ગંધરહિત હશે.

(6:37 pm IST)