Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઇરાકમાં બોંબ વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મૃત્યુ:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત


નવી દિલ્હી:ઇરાકના ખાનાકીન શહેરમાં મંગળવારના રોજ આતંકવાદી હુમલામાં એક બોંબ ધમાકાની ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા  છે તેમજ અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ ખાનાકીન શહેરમાં  નાગરિકો અને સુરક્ષાદળોના એક જથ્થા પર હુમલો કરવામાં આવ્યો હતો  દરમ્યાન બોંબ વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેમજ અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:35 pm IST)