Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઇન્સ્યુલીનનો નવો પેચઃ ડાયાબીટીઝના ઇલાજને બનાવશે સહેલો

અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચરોનો દાવો

ડાયાબીટીસના દરદીઓના શરીરમાં ગ્લુકોઝનું લેવલ ચેક કરવું અને તેને કંટ્રોલ કરવાનું હવે ઘણું સહેલું બનશે. રીસર્ચરોએ હાલમાં જ સિકકાના આકારનો ઇન્સ્યુલીન ડીલીવરી પેચ બનાવ્યો છે, જે ડાયાબીટીસથી પીડાતા દરદીઓના શરીરમાં ગ્લુકોઝની વધતી માત્રાનું ધ્યાન રાખવામાં અને તેને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ેચ શરીરમાં રહેલ સુગર લેવલને જાતે જ માપીને ઇન્સ્યુલીનનો ડોઝ રીલીઝ કરશે, જેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહેશે. જનરલ નેચર બાયોમેડીકલ એન્જીનીયરીંગમાં પ્રકાશિત આ રિસર્ચ અનુસાર શરીરમાં ચીપકી જતો આ પેચ એક નાના સિકકાના આકારનો છે. તેનો બનાવવાનું કામ અત્યંત સરળ છે અને એક પેચ એક દિવસ માટે જ ઉપયોગમાં લઇ શકાય છે.

યુનિવર્સીટી ઓફ નોર્થ કેરોલીનાના રીસર્ચરોએ કહ્યું કે ઇન્સ્યુલીન નામનું હોર્મોન જઠરમાં ઉત્પન્ન થાય છે અને શરીરમાં સુગરને નિયંત્રીત કરવામાં મદદ કરે છે. તે ખાદ્ય પદાર્થોમાંથી શરીરને મળતી ઉર્જાનું મુખ્ય સ્ત્રોત છે. દુનિયાભરમાં ૪૦ કરોડ લોકો વિવિધ પ્રકારના ડાયાબીટીસથી પિડાય છે. મુખ્ય રિસર્ચર જેન ગુ એ કહ્યું કે, અમારો ઉદ્દેશ ડાયાબીટીસથી પીડાતા લોકોના આરોગ્યને સુધારવાનો છે. આ સ્માર્ટ પેચનો ઉપયોગ કરવાથી લોહીમાં સુગર લેવલ માપવાની, ઇન્સ્યુલીનનું ઇન્જેકશન લેવાની જરૂર નથી પડતી. આ પેચના જઠરના કાર્યની નકલ કરે છે અને જરૂર પડયે ઇન્સ્યુલીન રીલીઝ કરીને સુગર લેવલને નિયંત્રીત કરે છે.

(4:04 pm IST)