Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સ્કેટ બોર્ડ શીખતી છોકરીઓ વિશેની દસ્તાવેજી ફિલ્મને ઓસ્કર મળ્યો

કાબુલ,તા.૧૩:અફઘાનિસ્તાનમાં મહિલાઓને સાઇકલ ચલાવવા પર પ્રતિબંધ મુકાયો છે. એ દેશમાં કન્યાઓએ બુરખામાં રહેવું પડે છે. તેમ છતાં ત્યાંની છોકરીઓએ સ્કેટિંગમાં ખ્યાતિ મેળવી છે. તમામ પ્રતિબંધો છતાં સ્કેટ બોર્ડ શીખતી કન્યાઓ પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મને ઓસ્કર અવોર્ડ પ્રાપ્ત થયો છે. ગઈ ૯ ફેબ્રુઆરીએ યોજાયેલા ઓસ્કર અવોડ્ર્સના વિતરણ સમારંભમાં 'ડોકયુમેન્ટરી ફિલ્મ' કેટેગરીમાં 'સ્કેટિસ્તાન' નામની સંસ્થાએ બનાવેલી'લનિંગ ટુ સ્કેટ બોર્ડ ઇન અ વોરઝોન (ઇફ યુ આર અ ગર્લ)' શીર્ષક હેઠળની ફિલ્મને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વારંવાર ફિદાઇન તથા અન્ય આતંકવાદી હુમલાનો ભોગ બનતા દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગ તથા અન્ય સ્તરના પરિવારોની કન્યાઓ કેવી રીતે સ્કેટિંગ શીખીને શોખ વિકસાવવા સાથે ખેલકૂદ ક્ષેત્રે ખ્યાતિ, સક્ષમતા અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે એ બાબત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સામાજિક પ્રતિબંધોના માહોલમાં કાબુલ નિવાસી જૂજ કન્યાઓ સ્કેટિંગ શીખી શકે છે. સંસ્થામાં ૪૦ ટકાથી વધારે કન્યાઓ 'બેક ટુ સ્કૂલ' પ્રોગ્રામમાં સામેલ છે.

(4:02 pm IST)