Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઘરે બોલાવી હરણને જમાડવાનું પડયું મોંઘુ, મહિલાને થયો ૩૯૦૦૦નો દંડ

ન્યુયોર્ક, તા.૧૩: અમેરિકાના કોલારાડોમાં એક મહિલા પર ૫૫૦ ડોલર (આશરે ૩૯,૨૦૦ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. કારણકે તેણે ત્રણ હરણને પોતાના ઘરના લીવિંગ રુમમાં બોલાવીને જમાડ્યા હતાં. હકીકતમાં મહિલાના દ્યરના વાડામાં એક હરણનું ઝૂંડ આવ્યું તો તેણે દ્યરમાં બોલાવ્યા અને ભોજનમાં બ્રેડ અને ફ્રૂટ્સ આપ્યાં હતાં. ભૂખ્યા હરણોએ પળવારમાં જ આ બધું સફાચટ કર્યું હતું. આ દ્યટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવી ચૂકયો છે. જેમાં મહિલા હાથેથી હરણને બ્રેડ ખવડાવતી જોવા મળે છે. જયારે પાર્ક અને અન્ય વન્યજીવ અધિકારીઓને આ વાતની ખબર પડી તો તેમણે મહિલાને દંડ ફટકાર્યો હતો.

આ મામલે ટ્વીટ કરતાં 'સ્ટોપ ફિડિંગ વાઈલ્ડલાઈફ'એ લખ્યું કે, 'કેટલાક લોકોને લાગે છે કે હરણને ઘરે બોલાવીને જમાડવા યોગ્ય છે. પરંતુ આવું બિલકુલ નથી.'

'કોલોરાડો પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ્ઝ નોર્થ-ઈસ્ટ રીજન'ના વન્ય અધિકારીઓએ કહ્યું કે, 'કોલોરાડોમાં  જંગલી જાનવરોને પાલતુ બનાવવા ગેરકાયદેસર છે. તેમને ફળ અને બ્રેડ ખાવાની ટેવ નથી હોતી. જો હરણોનું ઝૂંડ ઘરના દરવાજે આવી જાય તો તેમને એકલા મૂકી દેવા જોઈએ.'

હરણના ઝૂંડને ભોજન આપનાર મહિલા લોરી ડિકશને કહ્યું કે,'હું લાંબા સમયથી વેટરનરી ટેકિનશિયન છું. અનેક જાનવરો સાથે સમય પણ વિતાવી ચૂકી છું. જો કોઈ મારી પાસે આવે છે અને તેને મારી મદદની જરૂર હોય છે તો હું તેની મદદ કરું છું. આ જ મારી ઓળખ છે.'

'કોલોરાડો પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ'નું કહેવું છે કે, 'ઘરની બહાર હરણ માટે ભોજન રાખવું એ મનુષ્ય તેમજ જાનવર બન્ને માટે ખતરનાક હોય શકે છે. આ માત્ર હરણની જ વાત નથી પરંતુ તે જાનવરો માટેની પણ છે. જે તેનો પીછો કરે છે. હરણ માઉન્ટેન લાયન્સનો મુખ્ય શિકાર હોય છે. જો ભોજનની લાલચમાં તેઓ મનુષ્યની વસ્તીની આસપાસ ફરશે તો સિંહ જેવા જંગલી જાનવરોના આવવાની શકયતા પણ વધશે.(૨૩.૩)

(10:06 am IST)