Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આ ખાસ પ્રકારનું ચીઝ સ્વીડનના એક ગામ સિવાય બીજે કયાંય બનતું જ નથી

સ્વીડનમાં 'ચીઝનો સમ્રાટ' મનાતી વેસ્ટરબોટેન્સોસ્ટ પ્રકારની ચીઝ એના બેજોડ સ્વાદ અને ક્રીમી ટેકસચરને લીધે લોકપ્રિય છે. સ્વીડિશ લોકો આ ચીઝના સ્વાદના એટલા દીવાના છે કે અન્ય ચીઝ કરતાં બમણી કિંમત હોવા છતાં જયારે પણ આ ચીઝ મળે તો દરેક વસ્તુ પર તેઓ એનો ઉપયોગ કરે છે. સ્વીડનના બર્ટરસ્ક નામના ગામની એક નાની ફેકટરીમાં આ ચીઝનું ઉત્પાદન થાય છે અને અન્યત્ર તેએનું ઉત્પાદન શરૂ કરવાની અનેક કોશિશ છતાં સફળતા મળી શકી નથી.

આ જ ગામમાં આટલું સ્વાદિષ્ટ ચીઝ કેમ બને છે એનો જવાબ તો કોઈ પાસે નથી, પણ આ ગામની ધરતી અને હવામાનની અસર અમુક ખોરાક કે પીણા પર પડતી હોવાનું મનાય છે. વેસ્ટરબોટેન્સોસ્ટ ચીઝ એક નાની ડેરી ફેકટરીમાં તૈયાર કરાય છે. અન્યત્ર આ ચીઝનું ઉત્પાદન કરવાની કોશિશ થઈ હતી, પણ એનો સ્વાદ એટલો સારો નથી હોતો.

કેટલાક માને છે કે આ ક્ષેત્ર પર પડેલી એક ઉલ્કાએ બર્ટરસ્ક નજીક તળાવ બનાવ્યું હતું અને કેલ્શિયમથી જમીનને સમૃદ્ઘ બનાવ્યું હતું, જેની અસર આ ગામના દૂધ અને એમાંથી બનતા પનીરમાં ફેરવાયેલ ચીઝને સ્વાદમાં આટલું સમૃદ્ઘ કરે છે. અન્ય લોકોના મતે ચીઝને મેચ્યોર થવા માટે આપવામાં આવતી ૧૪ મહિનાની શેલ્ફ લાઇફને કારણે, તો બીજા કેટલાકના મતે ડેરી ફેકટરીમાંની કોઈક વનસ્પતિને લીધે એ આટલું સ્વાદિષ્ટ હોય છે.

(3:46 pm IST)