Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અફઘાનિસ્તાન: કાબુલમાં બે ખુફિયા અધિકારીઓની કરપીણ હત્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક બંદૂકધારીએ રાજધાની કાબુલમાં એક વાહન પર  ગોળીબારી કરી હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાં બે ખુફિયા અધિકારીઓના મૃત્યુ થયા છે તેમજ ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

             અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહિંમિએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોમવારના રોજ હુમલાને  અંજામ આપનાર બંદૂકધારીઓની તપાસ ચાલી રહી છે પોલીસે કાબુલના પૂર્વી જિલ્લા 9 વિસ્તારને સીલ કરી દીધા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:36 pm IST)