Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ચાઈનામાં મોબાઈલનું સીમકાર્ડ ખરીદવા માટે નવો નિયમ: નેટર્વક મેળવનારને ફરજીયાત કરાવવું પડશે ફેસ સ્કેનિંગ

નવી દિલ્હી : હવે ચાઇનામાં નવું મોબાઇલ નેટવર્ક મેળવવું સરળ રહેશે નહીં, માટે ફેસ સ્કેનીંગ ફરજિયાત કરાયું છે. ચીને સાયબર સ્પેસ ઉપર નક્કર નિયંત્રણ જાળવવા માટે એક નવી કડક જોગવાઈ રજૂ કરી છે, જે હેઠળ હવે નવા મોબાઇલ નેટવર્ક મેળવવા માટે ફેસ સ્કેન કરવું પડશે. નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થયો છે.

                       વર્ષે સપ્ટેમ્બરમાં, ચીનના ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એક નોટિસ પાઠવી હતી, "નાગરિકોની સુરક્ષા અને ઓનલાઇન હિતોનું રક્ષણ કરવા." હવે નવી જોગવાઈ સાથે, મોબાઇલ નેટવર્ક માટે યોગ્ય નામની નોંધણી કરવી ફરજિયાત રહેશે.

(6:34 pm IST)