Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમેરીકામાં એક જ દિ'માં ૭ અબજ ડોલરનું રેકોર્ડ ઓનલાઇન વેચાણ

બ્લેક ફ્રાઇડેઃ ગેમ અને ઇલેકટ્રોનીકસની સૌથી વધુ ખરીદીઃ ફોન દ્વારા ૩ અબજ ડોલરના ઓર્ડર

ન્યુયોર્કઃ આ વર્ષે બ્લેક ફ્રાઈડે પર વિશ્વભરમાં લોકો ખરીદી માટે ગ્રાહકો ઊમટી પડ્યા. આ વખતે ઓનલાઈન ખરીદીનું ટ્રેન્ડ વધારે જોવા મળ્યું. માત્ર અમેરિકામાં જ કમ્પ્યુટર, ટેબલેટ, સ્માર્ટ ફોન દ્વારા ૭.૪ અબજ ડોલરનો સામાન ખરીદાયો.

  એડોબ એનાલિટિસ્ટના પ્રારંભિક રિપોર્ટ મુજબ આ વખતે લોકોએ ટોઈઝમાં ફ્લોઝન-૨, એલઓએલ સપ્રાઈઝ અને પોપેટ્રોલ ખરીદ્યા. જયારે બેસ્ટ સેલિંગ વીડિયોગેમ ફીફા-૨૦, માદાન-૨૦ અને નિન્ટેન્ડો સ્વિચ રહ્યાં. આ વખતે લોકોએ ઇલેકટ્રોનિકસમાં એપલ લેપટોપ, એરપોડ્સ અને સેમસંગ ટીવી ખરીઘા. એડોબ ડિજીટલ ઇન્સાઈઝના મુખ્ય વિશ્લેષક અને અગ્રણી વેપારી સેલિનેરે કહ્યું કે ક્રિસમસ નજીક આવી રહ્યું છે. તેથી લોકો લાઈનમાં લાગવાને બદલે ફોનથી ખરીદી પર ભાર મૂકે છે. એડોબ એનાલિટિસ્ટે અમેરિકાના ૧૦૦માંથી ૮૦ રિટેલર્સ, ૫.૫ કરોડ સ્ટોક કીપિંગ યુનિટ અને ૧ ટ્રિલિયન ટ્રાન્જેકશનનો અભ્યાસ કરી આ મત કાઢ્યો છે.

(3:21 pm IST)