Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ખાંડનું વધારે સેવન મગજ માટે સંકટ બની શકે છે

ખોરાકમાં જો તમે શુગર વધારે લો છો તો આ તમારા મગજ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

વધારે ખાંડના સેવનથી જાડાપણું વધે છે. જ્યારે તનાવ જેવા રોગોનો ખતરો પણ વધે છે. શુગરમાં રહેલ ફ્રકટોસ માનસિક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખાંડના વધારે સેવનથી મગજના તનાવને લઈને પ્રતિક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પહેલા પણ શોધમાં ફ્રકટોસની માત્રા વધારે હોવાથી હાઈપરટેંશન, હાર્ટ અટેક, કિડની ડેમેજ, ડાયાબિટીઝ  જેવા રોગોની આશંકા જાહેર થઈ છે.

આ શોધમાં શોધકર્તાઓએ એના સંબંધ આપણા વ્યવહારમાં સ્થાપિત કરેલ છે. શોધકર્તાનું માનવું છે કે ફ્રકટોસની માનસિક સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર પડે છે.

(10:08 am IST)