Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

૧.૨ કિલો વજન ધરાવતો ૫.૭ ઇંચનો આ કરચલો અધધધ ૩૨ લાખ રૂપિયામાં વેચાયો

ટોકીયો,તા.૯: જપાનના ટોટોરીમાં એક સ્નો ક્રેબ એટલે કે બર્ફીલા વિસ્તારમાં જોવા મળતો કરચલો ૪૬,૦૦૦ ડોલર એટલે કે અંદાજે ૩૨.૮૧ લાખ રૂપિયામાં વેચાયો હતો.

ટોટોરી પ્રિફેકચર ફિશરીઝ અસોસિએશને જણાવ્યા મુજબ ર.૭ પાઉન્ડ (આશરે ૧.૨૨ કિલો) વજન અને ૫.૭ ઇંચની છીપ ધરાવતો બર્ફીલો કાચબો મંગળવારે મચ્છીમારીની સીઝનની પહેલી જ ખેપમાં પકડાયો હતો અને પોર્ટ પરની સીઝનની પહેલી જ હરાજીમાં એ વેચાઈ ગયો હતો. અત્યાર સુધીનો આ દુનિયાનો સૌથી મોંદ્યો કરચલો મનાય છે.

કરચલો વેચતી કંપની કાનેમાસા હમાશિતા શોટને કરચલાની સૌથી ઊંચી ૪૬,૦૦૦ ડોલરની બોલી લગાવી હતી. આ અગાઉ આ જ સ્થળે યોજાયેલા ઓંકશનમાં કંપનીએ ૧૮,૩૦૦ ડોલર (અંદાજે ૧૩.૦૫ લાખ રૂપિયા)માં ખરીદી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. હરાજીમાં ખરીદવામાં આવેલો આ કરચલો ટોકયોના ગિન્ઝા શોપિંગ સેન્ટરમાં આવેલી રેસ્ટોરાંને વેચવામાં આવશે એમ કાચબો ખરીદનાર કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું.

(11:41 am IST)
  • ગુજરાતના આઇએએસ ઓફીસર ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે કલીન ચીટ આપી છેઃ તેમની સામેના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જાહેર થયું: મહિલા પરિણીત હોવાનું સામે આવ્યું: બાળકી પણ ગૌરવ દહિયાની ન હોવાનું સામે આવ્યું access_time 4:12 pm IST

  • દિલ્હીમાં વાહનચાલકો માટેની ઓડ ઇવન સ્કીમ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : મહિલા વાહન ચાલકો , ટુવહીલર , તથા રિક્ષાને આ સ્કીમમાંથી મુક્તિ આપવાનું પગલું રાજકીય : હાઇકોર્ટએ સ્કીમ વિરુધ્ધ સ્ટે આપવાની ના પાડતા સુપ્રીમ કોર્ટમાં સંજીવ કુમાર નામક નાગરિકની અરજી access_time 7:50 pm IST

  • અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટ સંભવતઃ ૧૩ થી ૧૫ નવે. વચ્ચે ચુકાદો આપી રહેલ છે ત્યારે મોદી સરકાર દરેક રાજયો માટે એડવાઈઝરી જાહેર કરેલ છે અને દરેક રાજયોને નિર્ણય માટે એલર્ટ રહેવા આદેશ આપ્યા છે અયોધ્યામાં અર્ધ લશ્કરી દળોની ૪૦ કંપનીઓ ગોઠવી દેવાઈ છે અને બહારના જિલ્લાઓમાં કામચલાઉ જેલોનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેના માટે કેટલીક શાળાઓ અને ખાનગી બિલ્ડીંગોને નકકી કરવામાં આવ્યાનું જાણવા મળે છે : અયોધ્યામાં ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે તથા દરેક વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે access_time 6:27 pm IST