Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઓછી ઊંઘની થઇ શકે છે ખરાબ અસર: હાડકાઓ પર પડે છે નકારાત્મક પ્રભાવ

નવી દિલ્હી: ઊંઘની ઉણપના કારણે વ્યક્તિ માનસિક રૂપથી તો પરેશાન રહે છે પરંતુ એક સંશોધનમાં શોધકર્તાઓએ દાવો કર્યો છે કે ઉંઘનો સંબંધ હાડકા સાથે છે. બોન મિનરલ ડેન્સિટી અને ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણે વધારે પડતું નુકશાન થઇ શકે છે. આ એક એવી બીમારી છે જેના કારણે હાડકા નબળા પડતા જાય છે અને પોતાની જાતે તૂટવા લાગે છે.

               અમેરિકાની બફેલો યુનિવર્સીટીના શોધકર્તાઓએ આ સંશોધનને લઈને જણાવ્યું છે કે ઓછી ઊંઘના કારણે આપણા સ્વાસ્થ્ય પર તો ખુબજ અસર પડે છે પરંતુ તેનો નકારાત્મક અસર હાડકા પર પણ પડે છે એટલા માટે પુરી ઊંઘ લેવી જરૂરી બને છે.

(6:32 pm IST)