Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કઝાખસ્તાનના કેજેન જિલ્લામાં 5.5ના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: કઝાખસ્તાનના કેજેન જિલ્લામાં બુધવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અલમાટી વિસ્તારમાં આપાતકાલીન વિભાગદ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ  ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સવારના ત્રણ વાગ્યાને 49 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે  અને રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.5ની આંકવામાં આવી છે.

                  ભૂકંપનું કેન્દ્ર અલમાટિ વિસ્તારના કેજેન જિલ્લાથી 140 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે ભૂકંપના જટકાના કારણે કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:20 pm IST)