Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પશ્ચિમી આફ્રિકી દેશ બુર્કિના ફાસોના ઉતરી સાહેલિયન વિસ્તારમાં સુરક્ષાબળોના અભિયાનમાં ઓછામાં ઓછા 30 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: પશ્ચિમી આફ્રિકી દેશ બુર્કિના ફાસોના ઉતરી સાહેલિયન વિસ્તારમાં સુરક્ષાબળોના  એક અભિયાનમાં ઓછામાં ઓછા 30 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.રાષ્ટ્રીય ટેલિવઝન ચેનલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ અભિયાનમાં અન્ય ઘણાબધા સૈનિકોને પણ ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                બુર્કિના ફાસોમાં વર્ષ 2015થી સતત અલગ અલગ આતંકવાદી હુમલા થતા રહ્યા છે જેમાં 500થી વધારે લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે તેમજ ત્રણ લાખ લોકોને પોતાના ઘર છોડવાની નોબત આવી ગઈ છે.

(6:19 pm IST)