Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પાકિસ્તાને ચીની કંપનીને દેશમાં ટેક્સ વગર 23 વર્ષ સુધી કામ કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી: કંગાલિની કગાર પર આવેલ પાકિસ્તાને ઉગારવા માટે ઇમરાન ખાન દ્વારા નવા કાયદા ઘડવામાં આવી રહ્યા છે. હવે તેની સરકારે એ ચીની કંપનીઓને 23 વર્ષ સુધી કર મુક્તિનો ચુકાદો આપ્યો છે જે ગ્વાદર પોર્ટ પર કામ કરી રહી છે. પાકિસ્તાનના સંઘીય મામલે મંત્રી અલી હૈદર જૈદીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સરકારે ગ્વાદર પોર્ટમાં પોતાની ઔધોગિક સ્થાપના માટે ચાઈના ઓવરસીઝ પોર્ટ્સ હોલ્ડિંગ કંપનીને 23 વર્ષો સુધી કામ કરવાની મંજૂરી આપી છે.

              સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સરકારે ટેંકસ માંથી મુક્તિ આપવાના આ નિર્ણયને પસાર  કરી દીધો છે જેથી કરીને ચીનને આગામી  23 વર્ષ સુધી ટેક્સ વગર કામ કરવાની મંજૂરી મળી ગઈ છે.

(6:17 pm IST)