Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

બોલિવિયામાં માર્ગ અકસ્માતમાં 20ના મોતથી અરેરાટી: અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: બોલિવિયાના દક્ષિણી વિસ્તારમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકો મોતને  ભેટ્યા છે તેમજ અન્ય 17 લોકોને ગંભીર  રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ દુર્ઘટના એ સમયે બની હતી ત્યારે લાલગુઆ વિસ્તારમાં એક ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:14 pm IST)