Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ વધારે ગુણકારી હોય છે

ફણગાવેલા ચણા બદામ કરતા પણ વધુ ગુણકારી છે. ચણાને આરોગ્ય માટે અત્યંત પોષક માનવામાં આવે છે. કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ,  પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન રહેલું છે. ફણગાવેલા ચણા ખાવાથી મગજ તેજ થાય છે, અને તે પાચન શકિત સુધારે છે.

ફણગાવેલા ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે : ફણગાવેલા ચણામાં ફાઈબરની માત્રા વધુ હોય ફાઈબર વાળો ખોરાક ખાવાથી જમવાનું પચાવવામાં શરીરને કોઈ મુશ્કેલી થતી નથી. ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. અને કબજિયાત, અપચો, ગેસ થતા નથી.

ચણા ખાવાથી સ્થૂળતા આવતી નથી : સવારે ઊઠીને પલાળેલા ચણા ખાવાથી અનેક ફાયદા થાઈ છે. ભીના ચણા ખાવાથી ભૂખ લાગતી નથી. પેટ ભરેલું લાગશે. સાંજે નાસ્તામાં શેકેલા ચણા ખાવા.

ચણા ખાવાથી રોથપ્રતિકારક મજબૂત બને છે : ચણામાં ઘણા બધા વિટામીનો મળી આવે છે. માટે તમારી રોગપ્રતિકારક શકિત મજબૂત બને છે. ચણા માથી ફોસ્ફરસ પણ મળે છે. માટે આપણે બીમાર થતાં નથી. અને શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે.

ડાયાબિટીસ થતી નથી : ડાયાબિટીસના દર્દી જો રોજ સવારે પલાળેલા ચણા ખાઈ તો ડાયાબિટીસમાં રાહત થાઈ છે. ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. ડોકટરો ડાયાબિટીસનાં દર્દીઓ ને ચણાખાવાનું કહે છે. આયુર્વેદમાં ચણાને મધુમેહ મારક કહેવામાં આવે છે. દરરોજ સવારે ભીના ચણા ખાવાથી ડાયાબિટીસમાં રાહત થાઈ છે.

ભીના ચણા ખાવાથી ખરજવું મટે છે : ખરજવુંના રોગમાં પલાળેલા ચણા ખાવાથી ખૂબ ફાયદો થાઈ છે. ૩ વર્ષ સુધી સતત ચણા ખાવાથી આ રોગ સંપૂર્ણ પણે મટી જાઈ છે. ભીના ચણા રોજ ખાવાથી સકતપિત્તનો રોગ દૂર થાય છે.

ભીના ચણા ખાવાથી સુંદરતામાં વધારો થાઈ છે : ભીના ચણા ખાવાથી પાચનતંત્ર સુધરે છે. અને જો પાચન તંત્ર બરાબર હોય તો શરીરના અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. અને તેથી તમારી સુંદરતા વધે છે. અને ત્વચા સુંદર બને છે. માટે  આહારમાં ચણાને સમાવેશ કરવો જોઈએ.

(10:02 am IST)