Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એરલાઇન્સને મહિલા પેસેન્જરનાં કપડાં ઠીક ન લાગતાં કહી દીધું, ખુદને ઢાંકીને આવો

ન્યુયોર્ક તા ૧૨  : અમેરીકાના હ્યુસ્ટનમાં રહેતી તિશા રોવે નામની મહીલા જે વ્યવસાયે ડોકટર છે, તે આઠ વર્ષના દીકરા સાથે અમેરીકન એરલાઇન્સ દ્વારા ટ્રાવેલ કરી રહી હતી. જોકે બોર્ડિગ પહેલાં તે પસીનાથી લથબથ થઇ ગઇ હતી એટલે વોશ રૂમમાં જઇને હાથ મોઢું ધોઇને કોરાં કરી આવી હતી. જોકે ફલાઇટમાં બેઠી ત્યારે એટેન્ડન્ટ તેની પાસે આવી અને તેને બહાર લઇ ગઇ અને પુછયું કે 'શું તમારી પાસે જેકેટ છે?  જો ન હોય તો તમે ફલાઇટમાં ટ્રાવેલ નહી કરી શકો?

એટેડન્ટનું કહેવું હતું કે, આ કપડાં તેમની એરલાઇન્સમાં ટ્રાવેલ કરવા માટે યોગ્ય નથી. જો તમે બોડી ઢંકાય એવાં કપડા નહીં પહેરો તો તમારે ફલાઇટમાંથી ઊતરી જવું પડશે. તિશા રોવેના કહેવા મુજબ આ સાંભળીને તેનો દીકરો બહુ ડરી ગયો અને તેને લાગ્યું કે મમ્મીએ કંઇક ખોટું કર્યુ હોવાથી તેને ઉત્તારવામાં આવે છે. એ ફલાઇટ મિસ ન થાય એ માટે તેણે એટેડન્ટ પાસેથી કામળો મંગાવીને પોતાને ઢાંકી લીધી મુસાફરી પુરી કર્યા પછી તિશાબહેને પોતાના ડ્રેસ સાથેનો ફોટો પાડીને સોશ્યલ મીડીયામાં જવાબ માંગ્યો  કે શું આ કપડાં પહેરીને ટ્રાવેલ ન કરાય? એ પછી મામલો વણસ્યો. અમેરીકન એરલાઇન્સના પ્રવકતાનું કહેવું છે કે, આવી રીતે માનસિક યાતના ભોગવવી પડી એ બદલ અમે મહિલાની ટિકીટના પૈસા પાછા આપી દઇશું.

(11:23 am IST)
  • દેવભૂમિ દ્વારકાના પ્રભારી સચિવ તરીકે અનુપમ આનંદ નિમાયા :વિકાસ કમિશનર નલિન ઠાકરના સ્થાને નિમણુંક દેવભૂમિ દ્વારકાના પ્રભારી સચિવપદે આઈ,એ,એસ,સચિવ સામાન્ય વહીવટ વિભાગના ડે અનુપમ આનંદની નિમણુંક કરાઈ છે તેઓને દેવભૂમિ દ્વારકાના નલિન ઠાકર આઈ,એ,એસ વિકાસ અધિકારીના સ્થાને નિમાયા છે રાજ્યના દરેક જિલ્લાના લોકોના પ્રશ્નોનું ઉચ્ચસ્તરે મોનીટરીંગ કરવા અને વહીવટ પર દેખરેખ રાખવા સંદર્ભે પ્રભારી સચિવ તરીકે સચિવની નિયુક્તિ અને કામગીરી બાબતે સૂચના અપાઈ છે access_time 7:57 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST