Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જેલના સળિયા વચ્ચેથી નીકળી ગયો કેદીઃ સમગ્ર ઘટના CCTVમાં કેદ

લંડન, તા.૧૨: બોલીવિયામાં એક રસપ્રદ ઘટના બની છે. જેલના સળિયા વચ્ચેથી એક કેદી નીકળીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગજબ વાત એ છે કે કેદી દુબળો-પાતળો નહીં પરંતુ મજબૂત બાંધાનો હોવા છતા તે ખૂબ જ આરામથી સળિયા વચ્ચેથી પસાર થઈ જાય છે.

કેદીનું નામ છે જોર્જ મેંટિલા ઉર્ફે 'કોકો'. તેને થોડા અઠવાડિયા પહેલા લાપાઝ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના આરોપમાં પકડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તેને ફરી પકડી પાડ્યો છે. જોર્જને 'વિલા ફાતિમાનો ચોર'તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે આજ વિસ્તારમાં ચોરી કરે છે.

પોલીસે જણાવ્યું કે કોકો પાસેથી સાધનો અને હથિયાર પણ મળી આવ્યા છે. જેની મદદથી તે લોકોના ઘરમાં ઘૂસીને ચોરી કરતો હતો. તેની અટકાયત કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ તે લાંબો સમય જેલમાં રહ્યો નહીં અને અઠવાડિયામાં જ જેલમાંથી ફરાર થઈ ગયો. કોકો જયારે જેલમાંથી ભાગી ગયો ત્યારે સિકયુરિટી ગાર્ડ બીજા રૂમમાં હતા.

 

(10:12 am IST)
  • ડાંગ જિલ્લાના આહવા તાલુકાના થોરપાડા ગામના અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ ઝી એડવાન્સની પરીક્ષા પાસ કરી છે. અવીરાજભાઈને આઈ આઈ ટી દિલ્હી ખાતે એડમિશન મળ્યું છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ હતી. access_time 3:55 pm IST

  • કર્ણાટકમાં આવતા 96 કલાકમાં કઈક નવા-જૂની થઈ શકે છે : બેંગ્લોર પોલીસે તા. 11 થી 14 જુલાઈ દરમ્યાન, વિધાનસભા સ્થળના ફરતે 2 કિ. મી. વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દીધી : આવતા 48 કલાકમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે તેમ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે access_time 10:35 pm IST

  • ભાવનગરમાં વધુ એક જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું :ગુજરાત જીએસટી વિભાગે ભાવનગરમાં વધુ એક બોગસ જીએસટી બિલિંગ કરવાના આરોપસર ચાર્મી ઇન્ડ્રસ્ટ્રીઝના મિલન માવાણીની ધરપકડ કરી :15,60 કરોડના બોગસ ઇનવોઈસ બનાવી કરોડોની કરચોરી કરી :છેલ્લા બે દિવસમાં ભાવનગરથી ત્રીજી ધરપકડ :આગામી દિવસોમાં રાજ્યમાં બોગસ બિલિંગ મામલે વધુ ધરપકડ થવાની શકયતા access_time 11:13 pm IST