Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

છીંક આવતાં મહિલાની કમરનો મણકો ખસી ગયો, જોકે ઈમરજન્સીમાં ઓપરેશન કરતાં કાયમી લકવામાંથી બચી ગઈ

ન્યુયોર્ક,તા.૧૧: કયારેક હસવાનું ખસવું થઈ જાય છે એમ અમેરિકાના ટેકસસ રાજયના સેડર હિલ્સ ટાઉનમાં રહેતી જેનિફર નામની પાંચ બાળકોની માને થોડાક મહિના પહેલાં છીંકવા જતાં ખસવું થઈ ગયેલું. તે ઊભી હતી અને અચાનક જોરથી છીંક આવી. છીંકવા જતાં તેનું આખું શરીર હલબલી ગયું. તરત ખજ તેણે બેલેન્સ જાળવવા માટે બેસી જવું પડયું. તેને કમરમાં ખૂબ જોરથી દુખાવો શરૂ થઈ ગયો હોવાથી તે પથારીમાં સૂઈ ગઈ. જોકે એ પછી ધીમે- ધીમે તેના પગમાં ખાલી ચડવા લાગી, બ્લેડરનો કન્ટ્રોલ જતો રહેતાં યુરિન લીંક થવા લાગ્યું અને પગને પલંગમાંથી નીચે મૂકવાનું અસંભવ થઈ ગયું. તરત જ તેનો પતિ જેનિફરને ઊંચકીને નજીકની હોસ્પિટલ લઈ ગયો ત્યાં ડોકટરોએ તેને કયુડા એકિવના સિન્ડ્રોમ થઈ ગયો હોવાનું નિદાન કર્યું. આ કન્ડિશનમાં સ્પાઈનલ કોર્ડ દબાઈ જવાને કારણે પગથી નીચેના ભાગની સંવેદનાઓ બ્લોક થઈ ગઈ હતી. છીંક ખાવાને કારણે એક ડિસ્ક ખસીને બહાર આવી ગઈ હતી. જેને કારણે મણકામાંથી પસાર થતી કરોડરજજુ કોમ્પ્રેસ  થઈ ગઈ હતી. ડોકટરોએ તરત જ ઈમર્જન્સીમાં ઓપરેશન કરીને ડિસ્કને પાછી બરાબર ગોઠવી દીધી હતી. જો આ નિદાન અને સારવારમાં સહેજ પણ મોડું થયું હોત તો પગ નીચેના ભાગમાં સંવેદનાનું વહન કરતા જ્ઞાનતંતુઓ કાયમી ધોરણે ડેમેજ થઈને કાયમી લકવો પડી ગયો હોત.

(3:33 pm IST)