Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આરોગ્ય વિષયક બોગસ દાવાઓ કરતી પોસ્ટને રોકશે ફેસબુક

ફેસબુક દ્વારા હમણાજ કરાયેલી એક નવી જાહેરાત અનુસાર તે આરોગ્ય વિષયક ખોટા દાવાઓ કરતી પોસ્ટ સુધી પહોંચીને તેને રોકવાના પ્રયત્નોમાં છે.

આરોગ્ય વિષયક બોગસ માહિતીઓ ફેલાવવા માટે સોશ્યલ મીડીયા એક મોટુ માધ્યમ બની ગયુ છે. તેના દ્વારા રસી વીરોધી દલીલોથી માંડીને ચમત્કારીક દવાઓની માહિતી ફેલાતી હોય છે. વોલસ્ટ્રિટ જર્નલનો તપાસ રિપોર્ટ મંગળવારે પ્રકાશીત થયા પછી તરત જ ફેસબુકે જાહેરાત કરી હતી કે ફેસબુક અને યુ ટ્યુબમાં કેન્સર અંગેની  વૈકલ્પિક થેરાપીઓ  જે સાબિત ન થઇ હોય અને દરદીઓ માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ હોય તેવી પોસ્ટો પર નિમંત્રણ મુકશે.

ફેસબુકે તેની જાહેરાત નોટમાં લખ્યુ છે કે લોકો આવી આ સનસનાટીપુર્ણ અને ખોટી જાહેરાતો નથી પસંદ કરતા અને આવા આરોગ્ય વિષયક કન્ટેન્ટ આપણા સમાજને ગેરમાર્ગે દોરતા હોય છે. પોતાની પ્રોડકટો અથવા સર્વિસને વેચવા માટે ખોટા દાવા કરતી પોસ્ટોને ફેસબુક સાઇટ પર ફેકડાઉન કરવાના પ્રયત્નો કરી રહી છે. પણ એવુ લાગે છે કે આવી પોસ્ટોને સદંતર દુર કરવાને બદલે ફેસબુક એવું કંઇક કરશે કે આવી પોસ્ટ અમુક લોકોને જ દેખાય વજન ઘટાડવા જેવી જાહેરાતો બહુ ઓછા લોકોને જોવા મળે તેવુ કંઇક કરવામાં આવશે.

(3:25 pm IST)