Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

એકસ્ટ્રા બેગેજ ચાર્જ ભરવો ન પડે એ માટે ભાઈએ ૧૫ ટી-શર્ટ ઉપરાઉપરી પહેરી લીધા

લંડન,તા.૧૧: સ્કોટલેન્ડના ૪૬ વર્ષના જોન ઇર્વિન નામના ભાઈ ફ્રાન્સના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેક-ઇન કરી રહ્યા હોય એ વખતનો વિડિયો જબરજસ્ત વાઇરલ થયો છે.

સ્કોટલેન્ડના ૪૬ વર્ષના જોન ઇર્વિન નામના ભાઈ ફ્રાન્સના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેક-ઇન કરી રહ્યા હોય એ વખતનો વિડિયો જબરજસ્ત વાઇરલ થયો છે. ભાઈસાહેબ એરપોર્ટ પર સામાન ચેક-ઇન લગેજમાં મૂકવા માટેની લાઇનમાં ઊભા હતા અને બેગમાં આઠ કિલો જેટલું વજન વધી ગયેલું.

આ વજન માટે તેમને ૯૬ પાઉન્ડ્સ એટલે કે ૮૨૦૦ રૂપિયા એકસ્ટ્રા ફી ભરવી પડે એમ હતી. એ વખતે અચાનક આ ભાઈને પૈસા બચાવવાનો માઇન્ડ બ્લોઇંગ આઇડિયા આવ્યો. તેમણે પોતાની બેગ ખોલી અને એમાંથી ટી-શર્ટ્સ કાઢીને એક પછી એક પહેરવાનું શરૂ કરી દીધું. લગભગ પંદર ટી-શર્ટ તેણે ઠઠાવી દીધાં. તેના દીકરાએ જોનનો આ શર્ટ પહેરતો વિડિયો ખેંચીને ટ્વિટર પર શેઅર કર્યો હતો જે સાત લાખ લોકોએ જોયો હતો.પંદર લેયર કપડાંનાં પહેરીને જયારે તે સિકયોરિટી ચેક માટે ગયો હતો ત્યારે તેની પર શંકા કરવામાં આવી કે તે કપડાંની અંદર કશુંક છુપાવીન લઈ જઈ રહ્યો છે. સિકયોરિટીવાળાએ ચેકિંગ માટે જયારે તેના કપડાં કઢાવ્યા ત્યારે એક પછી એક શર્ટ કાઢતો જોઈને ત્યાં પણ ફરીથી જોણું ઊભું થયું હતું. આખરે તેને આ પંદર શર્ટ પહેરીને ટ્રાવેલ કરવા મળ્યું કે નહીં એ ખબર પડી નથી.

(3:25 pm IST)