Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ચીને પાકિસ્તાનની 90 દુલ્હનના વિઝા નામંજુર કર્યા

નવી દિલ્હી:નકલી લગ્ન કરીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવવાના અહેવાલો વચ્ચે અહીંના ચીની દૂતાવાસે 90 પાકિસ્તાની દુલ્હનોના વિઝા પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ મંગળવારે જણાવ્યું કે આ વર્ષે ચીની નાગરિકોની 140 અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વિઝા ઈચ્છે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ લગ્ન કરાવનારા ગેરકાયદેસર કેન્દ્ર ખ્રિસ્તી સમુદાયની ગરીબ યુવતીઓને પાકિસ્તાનમાં કાર્યરત કે ત્યાં પ્રવાસ પર જનારા ચીની પુરુષો સાથે વિવાહ કરાવીને ધન તથા 'સારા જીવન'ની લાલચ આપે છે. આ કેન્દ્રો ચીની પુરુષોના નકલી દસ્તાવેજોમાં તેમને ખ્રિસ્તિ કે મુસલમાન દર્શાવે છે. મોટાભાગની યુવતીઓ કથિત રીતે માનવ તસ્કરીનો ભોગ બની છે અથવા તો દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ છે.

(6:31 pm IST)