Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વધતી ઉંમર સાથે તંદુરસ્ત રહેવું છે ?...તો ગુસ્સો ટાળો

લાગણીઓ અને ભાવનાઓ અવારનવાર બદલતી રહે છે તેની અંતિમ અસરો તંદુરસ્તી પર જોવા મળે છે. દાખલા રૂપે ચિંતા... જો તમે ચિંતાગ્રસ્ત રહેતા હશો તો તમારી તંદુરસ્તી ઉપર તેની ગંભીર અસરો જોવા મળશે. જયારે તમે ખુશખુશાલ રહેવા લાગશો તો આપોઆપ જ તમારૂ શરીર તેનું પ્રમાણ આપવા લાગશે. તમે વધુને વધુ તાજગી અનુભવશો.

વધતી ઉંમર વિષે હમણાં જ થયેલા નાના સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે ગુસ્સો અને દુઃખી રહેવું એ તમારી તંદુરસ્તી માટે નકારાત્મક પરીણામો  સુચવે છે ખાસ કરીને પ૯ થી વધુ ઉંમરના લોકોમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. મનોચિકિત્સકના નિસ્કર્ષ મુજબ તમામ લાગણીઓ એટલે કે નકારાત્મક સહિત તમારી જીંદગીમાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમે અનુભવી દ્રષ્ટિકોણથી કામ લેશો તો દરેક નકારાત્મક લાગણી ઉપર વિજય મેળવી તેની હકારાત્મક અસરો અનુભવી શકશો. કેનેડાની કોન્કોર્ડીયા યુનિવર્સિટીના સાયકલોજી વિભાગના પ્રોફેસર રોષનું કહેવું છે કે ગુસ્સો વ્યકિત માટે ખરાબ સંજોગો ઉભા કરે છે. જો કે ઇજાના સંજોગોમાં ચિંતા તમારી હિલીંગ પ્રોસેસ (રૂઝ આવવાની પ્રક્રિયા) ને ઝડપી બનાવે છે. પરંતુ જયારે વ્યકિત વૃધ્ધત્વ તરફ આગળ વધે છે, ગમતી વ્યકિતનું મૃત્યુ થાય છે, નકારાત્મક લાગણીઓ મન મસ્તીક પર કબ્જો લઇ ચિંતાના વમળો સર્જે છે ત્યારે તમારી તંદુરસ્તી પર તેની ગંભીર અસર જોવા મળે છે. પ૯ થી ૯૩ની ઉંમરના ર૦૦ વ્યકિત ઉપર અઠવાડીયા દરમિયાન ત્રણ વખત લાગણીઓ સંદર્ભે કરવામાં આવેલ સર્વેમાં છેલ્લે આવુ તારણ નિકળ્યું હતું. આ સર્વેમાંથી પસાર કરવામાં આવેલ વ્યકિતઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમના રોગોની જાણકારી પણ મેળવવામાં આવી હતી.

(3:21 pm IST)