Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

એક પૈડાવાળી મોટરસાયકલ જોઇ છે?

બીજીંગ તા.૧૫ ચીનના હુબેઇ પ્રાંતમાં યુઆન અટક ધરાવતા ભાઇ પોતાનું નવું સંસ્કરણ લઇને રોડ પર ફરતા જોવા મળ્યા હતા. અમેરિકન સાયન્સ ફિકશન મૂવી ' મેન ઇન બ્લેક ૩' માં જેમ હીરોએ એક પૈડાની સુપરફાસ્ટ મોટરસાયકલ તૈયાર કરી હતી એની નકલ કરવાની કોશિશ યુઆને કરી છે. યુઆને હુલાહૂપની મદદથી નાનકડી મોનોસાઇકલ બનાવી છે જે ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઇ છે. ફિલ્મમાં દેખાડેલી સુપરફાસ્ટ મોનોસાઇકલની સરખામણીએ આ હજી ખૂબ પ્રાઇમરી વર્ઝન છે. જો કે આ જોઇને બીજા કેટલાક યુવાનોએ આવી મોનોસાકઇ બનાવવાનું બીડું ઝડપી લીધું છે.

(9:38 am IST)