Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ઓનલાઇન ઓર્ડર કરેલા ફુડમાંથી નિકળ્યા ૪૦ મરેલા વાંદા

 બીજીંગ તા.૧૪: ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના શેન્ટોઉ શહેરમાં રેહતી એક મહિલાએ પોતાના દોસ્તો માટે બતકની એક વાનગી ઓનલાઇન ડિલીવરી પ્લેટફોર્મ પરથી ઓર્ડર કરી હતી. જો કે તેના એક દોસ્તની ડિશમાં સર્વ કરતી વખતે તેને એમાં એક મરેલો વાંદો જોવા મળ્યો. એક વાંદો નિકળતાં તેણે ફુડમાં ચમચો ફેરવીને જોયું તો બીજા વાંદા પણ દેખાયા. એક દોસ્તે આ ઘટનાનો વિડિયો ઉતારવાનું શરૂ કર્યું અને પેલી મહિલા વન બાય વન વાંદા કાઢતી ગઇ. વાનગીઓનો કલર એવો હતો કે પહેલાં વાંદા દેખાતા જ નહોતા, પણ જેમ જેમ એને ઉથલાવવાનું શરૂ કરતાં એમાંથી ૪૦થી વધુ વાંધા નીકળ્યા. એક ટિશ્યુ પર એને અલગથી કાઢવામાં આવ્યા. આ મહિલાએ રેસ્ટોરામાં આ ઘટનાની જાણ કરીને ફરિયાદ કરી અને પછી પોલીસમાં પણ એની જાણ કરી હતી જેથી લોકલ ફુટ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન દ્વારા વધુ જાંચ તપાસ થઇ શકે.

(10:32 am IST)