Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

૧૦૨ વર્ષનાં દાદી બન્યાં ઓલ્ડેસ્ટ સ્કાયડાઇવર

સીડની તા.૧૫: ઓસ્ટ્રેલિયામાં રહેતા ૧૦૨ વર્ષનાં ઇરીન ઓશીઆ નામનાં માજીએ ૨૦૧૬માં ૧૦૦ વર્ષ પૂરાં થયાં ત્યારે પહેલી વાર સ્કાયડાઇવિંગ કર્યું હતું. સેન્ચુરી પૂરી કરીને સ્કાયડાઇવિંગ કરનારાં તેઓ રેકોર્ડબ્રેક ઓલ્ડેસ્ટ મહિલા બન્યાં હતા. જો કે ગયા રવિવારે તેમણે ફરીથી ૧૦૨ વર્ષ ૧૯૪ દિવસની ઉંમરે ફરીથી સ્કાય ડાઇવિંગ કરીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સાઉથ ઓસ્ટ્રેલિયાની એક સ્કાયડાઈવિંગ કંપની સાથે મળીને આ કામ ખાસ ચેરિટી માટે કર્યું હતું. ઇરીનની દીકરી મોટર ન્યુરોન ડિસીઝને કારતે મૃત્યુ પામી હતી. આ રોગના દર્દીઓ માટે ભંડોળ એકઠું કરવા માટે માજીએ ૧૦૨ વર્ષની વયે ૧૪,૦૦૦ ફુટ ઊંચાઇએથી ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીચે પડી રહયાં હતા ત્યારે પણ માજી થ્રિલ અનુભવીને હસતાં રહ્યાં હતા. લેન્ડ થતી વખતે તેમના પગ ઇન્જર્ડ ન થઇ જાય એ માટે પગને ઉપરની તરફ ખેંચી લેવામાં આવ્યા હતા જેથી તેમની સાથેનો કો-ડાઇવર સેફટી સાથે તેમને જમીન પર લેન્ડ કરાવી શકે.

(10:20 am IST)