Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પેરિસમાં હિંસક વિરોધ વિશ્વની અજાયબીને પણ નડ્યો : યાત્રીઓ માટે બંધ રહેશે એફિલ ટાવર

એફિલ ટાવર ઉપરાંત બીજા ઘણા મ્યુઝીયમ પણ બંધ રાખવાના આદેશ

પેરિસમાં હાલ મોંઘવારી મામલે હિંસક વિરોધ ચાલી રહ્યો છે.પેરિસમાં આવેલ દુનિયાની આઠ અજાયબીમાંનું એક એફિલ ટાવર જે હંમેશા યાત્રીઓ માટે ખુલ્લુ હોય છે તે શનિવારે બંધ રાખવામાં આવશે.માત્ર એફિલ ટાવર જ નહી પરંતુ બીજા ઘણા મ્યુઝીયમ પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

  પેરિસમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની દંગલ થમવાનું નામ નથી લઇ રહી.પેરિસ પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓના લગાતાર વિરોધને લઈને એફિલ ટાવરમાં આવેલા ટુરિસ્ટને તેઓ સુરક્ષા આપી શકે તેમ નથી.

  પોલીસે પેરિસમાં દુકાનો બંધ કરી દેવાના આદેશ પણ આપ્યા છે. દેશભરમાં લોકો રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આશરે ૨૦૦ જેટલી શાળાઓ પણ બંધ છે.૧૭ નવેમ્બરના રોજ આ વિરોધ પ્રદર્શન ચાલુ થયું હતું. સોશ્યલ મીડિયાને લીધે તે ઝડપથી આખા દેશમાં પ્રસરી ગયું હતું.

(12:16 pm IST)